મોરબીના રવાપર ગામના ખેડૂત સાથે કરાયેલ હનીટ્રેપના ગુનામાં પકડાયેલ વધુ બે આરોપી જેલ હવાલે
મોરબીના લાલપર સીરામીક સીટી ખાતે ઘરમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના લાલપર સીરામીક સીટી ખાતે ઘરમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી ખાતે રહેતા અને સિરામીકમાં મજૂરી કામ કરતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજેલ છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના પીપળી ગામના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા અને સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા રાજેશભાઈ મેરામભાઇ જાખોત્રા (આહિર) નામના ૩૫ વર્ષીય અપરણિત યુવાને તેના રૂમ ખાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેને પગલે તેનું મોત થતાં ડેડબોડીને પીએમ માટે અહિંની સિવિલે ખસેડાયુ હતુ. વધુમાં મૃતક રાજેશભાઈ આહીર અન્ય મિત્રો સાથે અહીં રૂમમાં રહેતા હતા અને સિરામીકના કારખાનામાં મજૂરી કામ કરતા હતા.હાલ પ્રાથમિક ધેરણે આર્થિક કારણોસર અંતિમ પગલુ ભર્યુ હોવાના અનુમાન સાથે ખરેખર કયા કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું તે દિશામાં હાલ આગળની તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવેલ છે.
અપહરણના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પેરોલ જમ્પ કરી ભાગેલ આરોપીની તપાસ માટે ત્યાંના એસઆઇ ચેતનભાઇ બાતમીને આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં તપાસ કરતા ત્યાં આવેલા ટાઇકયુ સનફેબ નામના યુનિટ ખાતેથી ધર્મેન્દ્રભાઈ તગાભાઈ રાઠવા મૂળ રહે.રાણીખેડા છોટાઉદેપુર વાળો મળી આવ્યો હતો અને તે પેરોલ જમ્પ કરીને ફરાર થયો હોય તેને ઉપરોક્ત ગુનામાં અત્રેથી હસ્તગત કરીને વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.
આધેડ સારવારમાં
મોરબીની નાગનાથ શેરી વિસ્તારમાં રહેતા હિરેનભાઈ બીપીનભાઈ ઓઝા નામના ૫૧ વર્ષના આધેડએ કોઈ કારણસર વધુ પડતી ડાયાબિટીસને લગતી ગોળીઓ ખાઈ લીધી હતી જેથી ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે માળીયા હાઇવે સુરજબારીના પુલ પાસે કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતા નિલેશભાઈ ગણેશભાઈ (ઉંમર ૧૯) રહે.લક્ષ્મીનગરને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેમજ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ કરીમભાઈ ભટ્ટી નામના ૪૦ વર્ષના યુવાને કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સિવિલએ સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બાઈક સાથે અન્ય બાઇક અથડાતા બનેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દિવ્યાબેન અનિલભાઈ ગોહિલ (૨૯) રહે.ગળોદરને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની જેઠા ગલી વિસ્તારમાં રહેતા નીલમબેન નિરંજનભાઇ લખતરિયા નામના ૬૨ વર્ષના વૃદ્ધા મોરબીના રવાપર રોડ પરસોતમ ચોક પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિર નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ વાહન ચાલકે તેઓને હડફેટે લેતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રવાપર ગામે આવેલ ફલોરા ટાઉનશીપ ખાતે રહેતા પ્રકાશભાઈ મોહનભાઈ હિરાણી નામના ૬૩ વર્ષના વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે આખલા સાથે તેમનું વાહન અથડાતા ઇજા પામતા તેમને દવાખાને સારવાર માટે ખસેડાયા હતા તેમ પોલીસ સૂત્ર જણાવેલ છે.









