મોરબીના લાલપર સીરામીક સીટી ખાતે ઘરમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત
વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોરબી જિલ્લા યુવા ભાજપની ટીમ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટનું કરાયું સન્માન
SHARE
વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોરબી જિલ્લા યુવા ભાજપની ટીમ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટનું કરાયું સન્માન
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે પ્રશાંતભાઈ કોરાટની વરણી કરવામાં આવ્યા બાદ તેઓ પ્રથમ વખત ખોડલધામ મંદિર ખાતે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા પ્રશાંતભાઈ કોરાટનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ભાજપના આગેવાન પ્રજ્ઞેશભાઈ વાઘેલા, મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઇ કડિયા, મહાવીરસિંહ જાડેજા, ચેતનગીરી ગોસ્વામી, અશ્વિનભાઈ મેઘાણી, અલ્પેશભાઈ પટેલ, સુખદેવભાઈ દેલવાણીયા, યોગરાજસિંહ સહિતની યુવા ભાજપની ટીમના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા