મોરબીમાં મંગળવારે સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન: 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાશે
SHARE
મોરબીમાં મંગળવારે સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન: 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાશે
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 20 ને મંગળવારના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસિડેન્સી ખાતે સમૂહલગ્ન યોજવાના છે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો સહિતના લોકો નવદંપતીને આશીર્વાદ આપવા માટે હાજર રહેશે.
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમૂહ લગ્નનો સમયાંતરે આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે 11 માં સમૂહ લગ્નનું આયોજન આગામી તા. 20/1/2026 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું છે અને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસીડેન્સી, બોરીયા પાટી પાસે મોરબી ખાતે આ સમૂહ લગ્ન યોજવાના છે જેમાં સમાજના 15 દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે અને નવદંપતી સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડશે. આ તકે રામરોટી આશ્રમના મહંત દેવશીબાપા, ધૂળકોટ વાનરવીર હનુમાનજી મંદિરના ધર્મગીરી બાપુ, દુધીવદર ગામે આવેલ ખોડીયાર માતાજી મંદિરના જેઠીરામબાપુ. રામરોટી આશ્રમના જયંતીરામ બાપુ તથા બગથળા નકલંક ધામના દામજીભગત સહિતના હાજર રહેશે.
તે ઉપરાંત સમાજના આગેવાનો મેરૂભાઈ કંઝરિયા, રાજેશભાઈ મકવાણા, માવજીભાઈ નકુમ, લખમણભાઇ કંઝરિયા, ગોકળભાઈ ડાભી, રાઘવજીભાઈ કંઝરિયા, નરેશભાઈ કંઝરિયા, કાળુભાઈ નકુમ અને ગોવિંદભાઈ હડિયલ હાજર રહેશે તથા મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી આશાબેન નકુમ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ગુજરાત પ્રદેશના સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના હાજર રહેવાના છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સતવારા સહકાર મંડળના પ્રમુખ લલીતભાઈ કંઝરિયા તેમજ જયંતીલાલ ડાભી, મનસુખભાઈ નકુમ, વિજયભાઈ પરમાર, ઉમેશભાઈ પરમાર, પ્રેમજીભાઈ સોનાગ્રા, દેવકણભાઈ નકુમ અને મેરૂભાઈ કંઝરિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.









