ગુજરાત પ્રાંતની મીડિયા પ્રકોષ્ઠ કાર્યશાળામાં મોરબી શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ હાજર રહ્યા
મોરબીની રાજપર ચોકડી-બેડી ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીની રાજપર ચોકડી-બેડી ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળાની રાજપર ચોકડી અને રાજકોટની બેડી ચોકડી પાસે ટ્રાફિકજામની કાયમીની સમસ્યા છે જેથી કરીને આ બંને ચોકડી ઓવરબ્રિજ બનાવવા માટે મોરબીમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામની રાજપર ચોકડી પાસે અને રાજકોટ પાસે આવેલ બેડી ચોકડી પાસે દિવસ દરમિયાન અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે જેથી કરીને વાહન ચાલકોને કલાકો સુધી ત્યાં ફસાઈ રહેવું પડે છે. જેથી ટ્રાફિકજામ અને અકસ્માત સહિતની સમસ્યાઓને કાયમી માટે નિવારવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા આ બંને જગ્યા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી મોરબીમાં રહેતા ભાવિકભાઈ ભટ્ટ અને હસમુખભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે









