મોરબીની રાજપર ચોકડી-બેડી ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીમાંથી 50 ગ્રામ-13 મીલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ પકડાયા, ડ્રગ્સ, અર્ટિકા કાર સહિત કુલ 6.55 લાખનો મુદ્દામાલ કબ્જે
SHARE
મોરબીમાંથી 50 ગ્રામ-13 મીલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ પકડાયા, ડ્રગ્સ, અર્ટિકા કાર સહિત કુલ 6.55 લાખનો મુદ્દામાલ કબ્જે
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ માળિયા ફાટક ચોકડી નજીકથી પસાર થઈ રહેલ અર્ટિકા કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તેમાં જઈ રહેલા બે શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેઓની પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા 1,50,390 ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો તથા અર્ટિકા કાર અને અન્ય મુદ્દામાલ મળીને 6,55,890 ની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સને પકડવામાં આવ્યા છે અને અન્ય બે શખ્સના નામ સામે આવતા હાલમાં ચાર શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલની સુચના મુજબ એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યા અને તેઓની ટીમ દ્વારા નાર્કોટિક્સ માદક પદાર્થ રાખનારા તેમજ વેચાણ કરનારા શખ્સોને પકડવા માટે થઈને તજવીજ ચાલી રહી છે તેવામાં એલસીબી ટીમને મળેલી હકીકત મળી હતી કે, મોરબીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ લઈને બે શખ્સ પસાર થવાના છે જેના આધારે માળીયા ફાટક ચોકડી પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે હળવદ થી જામનગર તરફ જતી અર્ટિકા કાર નંબર જીજે 3 એમપી 4792 ને પોલીસે રોકી હતી અને તેમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તોસિફમિયા બુખારી રહે. નવાગામ ઘેડ જામનગર તથા ઈકબાલભાઈ ચાવડા રહે. નવા રેલ્વે સ્ટેશન વડેશ્વર રોડ જામનગર વાળા હોવાનું સામે આવ્યું હતું અને તેને ચેક કરવામાં આવતા તેઓની પાસેથી કારમાંથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,50,390 ની કિંમત નો ડ્રગ્સનો જથ્થો 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 5500 ની કિંમતના 3 મોબાઈલ ફોન આમ કુલ મળીને 6,55,890 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તોસીફમિયા હુસેનમિયા બુખારી (35) અને ઈકબાલભાઈ મુસાભાઇ ચાવડા (45) નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોસિફમીયા બુખારી, ઈકબાલ ચાવડા, શરીફ નામનો શખ્સ રહે. જરૂશા વારાહીની બાજુમાં જીલ્લો પાટણ તથા સાચોર નજીક નારકોટેક્સનો મુદ્દામાલ દેવા આવેલ સફેદ કલરની સ્કોર્પિયો કારનો ચાલક આમ કુલ 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.









