મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું


SHARE





મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા રાજકોટના મોટીવાવડી ગામે રહેતા યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે વાંકાનેર નજીક વઘાસિયા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ લીધું હોય તેનું મોત નીપજ્યું છે તે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટમાં મોટી વાવડી ખાતે રહેતો પ્રીતકુમાર નંદલાલ ભાલોડીયા (27) નામનો યુવાન મોરબી હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે બાયપાસના ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રીતકુમાર ભાલોડીયાને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનનું રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં ટી.આર.રિફેકટરીઝ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ રામચંદ્ર ભીલ (23) નામનો યુવાને કારખાનામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જગદીશભાઈ કણસાગરા (59) રહે. ધર્મનગર સોસાયટી પંચાસર રોડ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News