મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

પોલિસને પડકાર રોક શકો તો રોકલો : મોરબીમાં આવેલ ટ્રેડ સેન્ટર પાસે પાર્ક કરેલ કારના રાત્રિના અંધારામાં બાઇક ઉપર આવેલ 3 શખ્સોએ કાચ ફોડી નાખ્યા


SHARE





પોલિસને પડકાર રોક શકો તો રોકલો : મોરબીમાં આવેલ ટ્રેડ સેન્ટર પાસે પાર્ક કરેલ કારના રાત્રિના અંધારામાં બાઇક ઉપર આવેલ 3 શખ્સોએ કાચ ફોડી નાખ્યા

મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ ટ્રેડ સેન્ટર સામે યુવાને પોતાની સ્વિફ્ટ કાર પાર્ક કરીને મૂકી હતી જે કારના પાછળના અને સાઈડના કાચને રાત્રિના સમયગાળા દરમિયાન તોડવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને 10,000 રૂપિયાનું કારમાં નુકસાન થયું હોવા અંગેની અજાણ્યા ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી શહેરી વિસ્તારમાં શનિવારે રાત્રિના સમયગાળા દરમિયાન બાઈક ઉપર નીકળેલા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર લોકોના ઘર દુકાન પાસે પાર્ક કરેલા કાર સહિતના વાહનોમાં કાચમાં ધોકા મારીને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. દરમિયાન મોરબીમાં નહેરૂગેટ ચોક પાસે આવેલ મામુજી વાળી શેરીમાં પખાલી શેરી પાસે રહેતા અહેમદભાઈ અસલમભાઈ બાનાણી (30) એ બાઈક ઉપર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં જુના મહાજન ચોક પાસે આવેલ ટ્રેડ સેન્ટર સામે કુવાડીવારા પીરની દરગાહ વાળી શેરીમાં ફરિયાદીએ પોતાની સ્વિફ્ટ કાર નંબર જીજે 36 એ એલ 9719 પાર્ક કરીને મૂકી હતી જે કારમાં પાછળનો કાચ તથા સાઈડના કાચને બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ ધોકા મારીને તોડી નાખ્યા હતા અને કારમાં 10,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

કારમાં નુકસાન

મોરબીમાં આવેલ વિદ્યુત નગરમાં રહેતા પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (27) એ ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 1387 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખીરાઇ ગામના પાટીયા પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 27 ડિબી 3450 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આરોપી તેનું ટ્રક કન્ટેનર લઈને આવતો હતો અને ફરિયાદીની કારને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવવામાં કારમાં નુકસાન થયું છે.




Latest News