મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે


SHARE













વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વકીલ યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોનાની બે વીટી, સોનાનો એક ચેન તથા રોકડા રૂપિયા સહિતના મુદામાલની ચોરી કરી હતી તેમજ જુદીજુદી સોસાયટીમાં નાના મોટી ચોરીની ઘટનાઓ બની હતી જેથી કરીને ચોરીની ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં વાંકાનેર સિટી પોલીસે વડોદરાથી ચોરીના આ ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને પકડ્યા છે અને તેની પાસેથી 7 તોલા સોનાનો ઢાળિયો તેમજ રોકડા રૂપિયા 20 હજાર કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જટુભા જાડેજાએ ગત જાન્યુઆરી માહિનામાં અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેના મકાનનો મુખ્ય દરવાજો તોડીને અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાંથી સોનાની એક તોલાની બે વીંટી, સોનાનો એક તોલાનો એક ચેન તથા 5000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 45000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય સાહેદોના મકાનમાંથી 15000 ના મુદામાલની ચોરી થઈ હતી જેથી કરીને ચોરીની આ ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી.

દરમિયાન વાંકાનેર સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ સોર્સ, ટાવર ડમ્પના માધ્યમથી શંકાસ્પદ નંબરોના સીડીઆર મેળવવામાં આવ્યા હતા અને તેના આધારે ઝીણવપૂર્વકની તપાસ ધર્મેન્દ્રભાઈ વાડિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા રાણીગભાઈ ખવડ દ્વારા કરવામાં આવી હતી અને વડોદરા ખાતેથી આ ગુનામાં પોલીસે રાજસિંસતનામસિંબાવરી રહે. શંકરનગર તુલસી હોટલ પાસે પ્રતાપગંજ સયાજીગંજ વડોદરા તથા કુલદીપસિંઘ બીરસિંઘ ટાંક રહે. સાકરદા ગામ વડોદરા અને કાયદાના શંકર આવેલ એક બાળકિશોર મળી આવ્યા હતા હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

વધુમાં માહિતી આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે, આરોપીઓ પાસેથી હાલમાં ચોરીમાં ગયેલ 7 તોલા સોનાનો ઢાળીયો જેની કિંમત 1 લાખ રૂપિયા તથા 20 હજાર રૂપિયા રોકડા આમ કુલ મળીને 1.20 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આ સિખલિકાર ગેંગને પકડવા માટે વાંકાનેર પોલીસ 7 દિવસ સુધી વડોદરામાં રોકાયેલ હતો અને આરોપીઓને ત્યાંથી પકડીને વાંકાનેર લઈને આવેલ છે. અત્રે ઉલ્લેખનીએ છે કે આરોપીઓ રાત્રિ દરમિયાન સોસાયટીમાં બાઈક લઈને નીકળતા હતા અને તાળા મારેલા મકાનને ડિસમિસ અથવા લોખંડના સળિયા વડે તાળું તોડી નાખતા હતા અને ઘરમાં ચોરી કરતા હતા હાલમાં પકડાયેલા બે આરોપી પૈકી કુલદીપસિંઘ સામે બોરસદ, આણંદ અને આકલાવ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે જ્યારે રાજસિં સામે સાણંદ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે.






Latest News