વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો


SHARE





























સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર પાસે હોસ્પિટલ સામેથી રીક્ષા પસાર થઈ રહી હતી જે રીક્ષાને રાજકોટ સીઆઇડી ક્રાઇમની એએનટીએફ ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને રિક્ષાને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી 1900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને રિક્ષા અને ગાંજો મળીને 95 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે રીક્ષા ચાલકને પકડીને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

રાજકોટ સીઆઇડી ક્રાઇમની એએનટીએફ ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રપુર પાસે લાઈફલાઈન હોસ્પિટલ સામેથી પસાર થઈ રહેલી રિક્ષા નંબર જીજે 3 બિયું 3649 ની રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રીક્ષામાંથી 1900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ગાંજો તથા રીક્ષા મળીને 95 હજારની કિંમતના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલક જાહિદહુસેન નુરમામદભાઇ મકવાણા (53) રહે. કૃષ્ણનગર-2 પોપટપરા મેઇન રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

વાંકાનેર મિલ કોલોની રેલ્વે સ્ટેશન પાસે રવિ પ્રોવિઝન સ્ટોર વાડી શેરીમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા દશરથભાઈ માવજીભાઈ નદીયારિયા (28) રહે. વીસીપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2270 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે












Latest News