મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે નિર્મળાબેન ડાયાલાલ હડિયલની નિમણુંક કરવામાં આવી છે.

મોરબીના નિર્મળાબેન હડિયલની ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતાં ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો દ્વારા નિર્મળાબેન હડિયલની વરણીને વધાવી લીધી હતી. અને ગ્રુપની બહેનો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી નિર્મળાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્મળાબેન હડિયલ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપમાં પણ સભ્ય તરીકે સેવા આપી અનેક સેવાકાર્યોમાં સહભાગી બની રહ્યા છે.




Latest News