મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે


SHARE





મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના ધરમપુર રોડ ઉપરથી બાઇક લઈને શંકાસ્પદ હાલતમાં એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને તેની પાસેથી પોલીસે બાઈકના કાગળ માંગ્યા હતા જે તેની પાસે ન હતા અને બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બાઈક સહિત કુલ 1.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ધરમપુર રોડ ઉપરથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો જેથી તેને રોકવામાં આવેલ હતો અને તેની પાસેથી બાઈકના કાગળ માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે કાગળ ન હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આ શખ્સ પાસે રહેલું બાઇક ચોરાહોવાનું સામે આવ્યું હતું જેથી બાઈક નંબર જીજે 36 એક્યુ 6410 તથા અન્ય વસ્તુઓ મળીને 1,16,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને હાલમાં મુકેશ ઇલામસિંગ સિંગાર (30) રહે. મૂળ ભોરા કુકસી જીલ્લો ધાર એમપી વાળાને રાઉન્ડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ગામે રહેતા ઉમેદસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (46) નામનો યુવાન બાઈક લઈને અમરદીપ પેટ્રોલ પંપથી સુસવાવ ગામ તરફ જવાનો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News