મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન


SHARE







મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન

મોરબીના રાજપર ખાનપર રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં આખો શેડ આગમાં ઝપેટમાં આવી ગયો હતો જેથી આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે કારખાનામાં પડેલો માલસામાન તથા સેડ મળીને અંદાજે 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું હાલમાં સામે આવ્યું છે.

મોરબી તાલુકાના રાજપર ખાનપર રોડ ઉપર આવેલ ઉન્નતી પ્લાસ્ટો નામના પ્લાસ્ટિકના કારખાનામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં કારખાનાનો આખો શેડ આગની ઝપેટમાં આવી ગયો હતો આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આગ વિકરાળ હોવાના કારણે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. હાલમાં આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ હોવાની માહિતી ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળી રહી છે જોકે કારખાનાના માલિક ચંદુભાઈ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, કારખાનાની અંદર અંદાજે 300 ટન જેટલો પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ મટીરીયલનો જથ્થો પડ્યો હતો તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે તથા કારખાનાના સેડમાં પણ નુકસાન થયું છે જેથી કરીને અંદાજે ત્રણ કરોડથી વધુ નુકસાન હોવાનું હાલમાં કારખાનેદાર જણાવી રહ્યા છે




Latest News