મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ


SHARE











મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ

મોરબીમાં ડ્રેનેજની કામગીરી કરવા માટે થઈને હાલમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરનો માણસ જેટિંગ મશીનનો ટ્રક  લઈને સામાકાંઠા વિસ્તારમાં કામ કરવા માટે ગયો હતો ત્યારે રિલીફનગરના ખૂણા પાસે આવેલ પોસ્ટ ઓફિસ નજીક ભૂગર્ભની કુંડી ઉપર રાખવામાં આવેલા મોટા પથ્થર ઉપર તેણે પોતાનું વાહન ચડાવી દીધું હતું જેથી કરીને કુંડી ઉપર રાખવામાં આવેલ પથ્થર તૂટી ગયા હતા અને ત્યાર બાદ જેટિંગ મશીનનો ચાલક પોતાનું વાહન ચાલુ હાલતમાં છોડીને નાસી ગયો હતો જેથી કરીને લોકોમાં ભાઈનો માહોલ ફેલાયો હતો અને હાલમાં તે જેટિંગ મશીન ને ત્યાંથી અન્ય વાહનની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે જોકે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા ખુલ્લી ગટર ઉપર આડસ મુકવામાં આવે અથવા તો ઢાંકણું મુકવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે

મોરબી મહાનગરપાલિકાની કામગીરી કરવા માટે થઈને હાલમાં જુદા જુદા વિભાગમાં કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે તેવી જ રીતે મોરબી શહેરના કોઈપણ વિસ્તારની અંદર ભૂગર્ભની કામગીરી કરવા માટે થઈને પણ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને જે કોન્ટ્રાક્ટરને આ કામ આવ્યું છે તેના માણસો જેટિંગ મશીન સામાકાંઠા વિસ્તારમાં રીલીફ નગરના ખૂણા પાસે આવેલ પોસ્ટ ઓફિસ નજીક કામ કરવા માટે થઈને ગયા હતા ત્યારે જેટિંગ મશીનના ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ત્યાં ચોકડી ઉપર આવેલી ભૂગર્ભની અંદાજે 30 ફૂટ ઊંડી કુંડી ઉપર જે પથ્થર મૂકીને આડસ કરવામાં આવી હતી તે પથ્થરને તોડી નાખ્યો હતો અને જેટિંગ મશીનનો ટ્રક ત્યાં ફસાઈ ગયો હતો જેથી ટ્રક ચાલક પોતાનું વાહન ચાલુ હાલતમાં છોડીને નાસી ગયો હતો તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ ટ્રક ચાલક ચાલુ હાલતમાં છોડીને ભાગી ગયો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરના માણસો અન્ય વાહનની મદદથી ગટરમાં ફસાયેલ તેનું જેટિંગ મશીન કાઢીને લઈ ગયા છે જોકે હાલમાં ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હાલતમાં છે જો તે ખુલ્લી કુંડીની અંદર કોઈ બાળક કે અબોલ જીવ પડે તો તેનું મોત થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને વહેલી તકે ત્યાં આડસ મુકવામાં આવે અથવા તો પથ્થર મૂકીને તે કુંડીને પાછી ઢાંકવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News