મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE





મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કરગત નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની સાથે રહેતા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં રહેતો ધર્મેન્દ્રભાઈ સારદાભાઈ ચૌહાણ (27) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની સાથે મકાનમાં રહેતા રાજન પરમહંસ ગુદરપ્રસાદ (42) રહે. હાલ કાંતિનગર મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ટિંબડી પાટીયા નજીક આવેલ ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યાસીન મુસાફાઈ મોવર (19) અને મુસાભાઇ મહામદભાઈ મોવર (55) રહે. બંને દેવડીયા તાલુકો હળવદ વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે




Latest News