મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત


SHARE







મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત

 

મોરબી જિલ્લા ભાજપની વરણી બાબતે નારાજ તાજેતરમાં મોરબી જિલ્લામાં ભાજપના હોદેદારોની થયેલ નિમણુંકમાં ચુવાળીયા કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા ભારે નારાજગી કોળી સમાજમાં છવાયેલ છે. આ અંગે યુવા અગ્રણી મયુર ઠાકોર દ્વારા પ્રદેશ ભાજપના અધ્યક્ષને રજૂઆત કરી તાલુકા ભાજપનું તેઓએ જણાવેલ છે.

કે મોરબી જિલ્લા ભાજપની વરણીમાં ચુવાળીયા કોળી સમાજને અન્યાય બાબતે ચુવાળીયા કોળી સમાજમાં નારાજગી વ્યાપી છે. મોરબી જિલ્લા સહિત વાંકાનેર તાલુકામાં બહોળી વસ્તી ધરાવતો સમાજ કાયમી ભાજપ સાથે રહી અનેક ચૂંટણીઓમાં ભાજપ તરફી મતદાન કરાવી ભાજપને જીત અપાવી ચૂક્યો છે.ત્યારે સમાજના પાર્ટી પ્રત્યેના યોગદાન પ્રમાણે જિલ્લા સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાથી સમાજમાં અસંતોષની લાગણી પ્રસરી છે ત્યારે આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચુવાળીયા કોળી સમાજના પ્રભુત્વ ધરાવતી જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર સમાજને ટિકિટો આપવામાં આવે.

ઉપરાંત તાજેતરમાં ખાલી પડેલ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ પદ પર કોળી સમાજના સદસ્યની નિયુક્તિ કરી ચુવાળીયા કોળી સમાજને ન્યાય આપવા તેઓએ માંગણી કરી છે.






Latest News