મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ટંકારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીનાં ભાગરૂપે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઉગમણાં નાકા વિસ્તારમાં ચિત્રકૂટ ધામ ખાતે બપોરે બે થી પાંચ દરમિયાન યોજાયેલાં આ મેડિકલ કેમ્પમાં ડો. યશ કડિવાર, ડો.પાયલ ફળદુ, અભય સરડવા સહિતના અનેક સેવાભાવી ડોક્ટર્સની ટીમે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં પાલણપીર મેડીનાં મહંત દેશા આપા તેમજ રાજુ આપાએ ખાસ હાજરી આપી હતી. અને ચોટીલાથી ડો. હરેશ પંડ્યા તેમજ કેતન માકડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવાં બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, યોગા ટીચર એડ. કંચનબેન સારેસા, પાટીદાર વુમન્સ ગૃપનાં પ્રણેતા સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા તથા મૂકેશભાઈ ગેડિયાએ જહેમત ઉઠાવી હતી. આ તકે એડ.જોશનાબેન ચૌહાણ, એડ.મનસુખભાઈ ચૌહાણ, નાથાભાઈ રબારી, લલિતભાઈ સારેસા, રીનાબેન જાદવ, કવિતાબેન ચૌહાણ, કિરણબેન સારેસા, દિશાબેન ચૌહાણ, સરોજબેન સારેસા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News