લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ


SHARE





મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની૨૦૨૬ની ઉજવણી કરાઇ

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ નર્સિંગ કોલેજ ખાતે વર્ષ ૨૦૨૬ના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આ તકે ડો. નીરજકુમાર બિસ્વાસ (ડીન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), ડો. હિરેન સંઘાણી (એડિશનલ ડીન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), ડો. સતીશ પટેલ (સિનિયર બાળરોગ નિષ્ણાત, સાહિત્યકાર અને લેખક), ડો. દીપક અઘારા (મંગલમ હોસ્પિટલ), ડો. મહેન્દ્ર ફેફર (નક્ષત્ર હોસ્પિટલ) તથા ડો. ચિરાગ વડગાસિયા (શ્યામ હોસ્પિટલ) ઉપસ્થિત રહ્યા હતા. અને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, એડમિન હેડ શક્તિભાઈ જોશી તથા પ્રિન્સિપાલ નિલેશ મિરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન સ્તુતિ, ક્લાસિકલ નૃત્ય અને સંગીતની સુંદર રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક રંગત પણ જોવા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રુમિલ માટલિયા તથા નવયુગ નર્સિંગના તમામ સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી




Latest News