લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE





મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા

કચ્છથી મોરબી કતલ કરવા માટે વાહનમાં અબોલજીવને લઈને આવી રહ્યા છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને માળીયા પાસે વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબના વાહનને પોલીસને હાજરીમાં પીપળીયા ચાર રસ્તા પાસે રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી ત્રણ પાડા મળી આવ્યા હતા જેને બચાવી લેવામાં આવેલ છે અને વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરી છે.

કચ્છ બાજુથી માળીયા થઈને મોરબી તરફ વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધીને અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેથી કરીને મોરબીના ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહીની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી સાહિતની ગૌરક્ષકોની ટિમ દ્વારા વોચ રાખવામા આવી હતી. તેવામાં માળિયા થઈને મોરબી બાજુ વાહન આવતું હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં બોલેરો ગાડી નંબર જીજે 3 બી ડબલ્યુ 50 પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરતાં તે ગાડીમાંથી કતલ લઈ જવાના 3 અબોલજીવ કતલ ખાને લઈ જતાં જોવાનું  સામે આવ્યું હતું જેથી અબોલજીવને બચાવી લેવામાં આવ્યા હતા અને વાહન ચાલકને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ત્રણેય અબોલજીવને મોરબ લઈ જવામાં આવતા હતા જો કે વાહન ચાલક પાસે કોઈ પરમિટ હતી નહીં જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેરના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડિયા, યસભાઈ વાઘેલા, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ નેસડિયા, જેકી ભાઈ, મનીષભાઈ કનજારિયા, જીતુભાઈ સેતા સહિતના ગૌરક્ષકો જોડાયેલ હતા.




Latest News