મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ


SHARE















વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેરનાં મિલપ્લોટ વિસ્તારનાં રેલ્વે ફાટક પ્રશ્નનું વર્ષો બાદ પણ નિરાકરણ નથી કરાયું, હજારો વાહન ચાલકો વર્ષોથી આ ફાટકથી પરેશાની ભોગવી રહ્યા છે.

મિલપ્લોટ રેલ્વે ફાટક પરથી દિવસ દરમ્યાન અનેક વાર ટ્રેનોની અવર જવર રહે છે ત્યારે આ એક જ માર્ગ હોય વારંવાર ફાટક બંધ થતાં હજારો વાહન ચાલકોની હાલાકી થાય છે, રેલ્વે સ્ટેશન જવાનો પણ આ એક જ મુખ્ય માર્ગ હોય રેલ્વે મુસાફરોને પણ ફાટકને કારણે દોડધામ થાય છે, આ ઉપરાંત રેલ્વેસ્ટેશનમાં પ્રવેશતા પહેલા પણ વધુ એક ફાટક આવતું હોય દિવસ દરમ્યાન અનેક વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, હજારો રાહદારીઓ નો સમય વેડફાય છે આ મુદ્દે અનેક રજૂઆતો થઈ છે અહીં ઓવર બ્રિજ કે કોઈ પણ યોગ્ય રીતે નિરાકરણ કરવા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં નથી આવતું અને હજારો વાહન ચાલકો અને આ વિસ્તારનાં રહેવાસીઓ દિવસ દરમ્યાન અનેક વાર ફાટક બંધ હોવાને લીધે ભારે હાલાકી વર્ષોથી ભોગવી રહ્યા છે ચુંટણી સમયે આ ફાટક પ્રશ્નનાં નિવારણ માટે ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ હજારો રાહદારીઓને પડતી હાલાકીનું નિવારણ કરવા હજુ સુધી કોઈ જ રાજકીય અગ્રણીઓએ ગંભીરતા દાખવી નથી ત્યારે હજારો લોકોની થઈ રહેલ હાલાકીને ધ્યાનમાં લઈ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ ઉઠવા પામી છે.






Latest News