માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
Breaking news
Morbi Today

મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ


SHARE













મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પત્રકાર ઈશુંદાન ગઢવી જોડાયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી જુવાળ જોવા મળ્યો છે અને યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી મોરબી આવવાના છે અને અહી બે દિવસનું રોકાણ કરવાના છે

આગામી દિવસોમાં ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી મોરબી આવવાના છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલની આગેવાનીમાં સ્વાગત કાર્યક્રમ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા માટે અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ હતી જેમાં મહેમાન તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં ૫૦ નવયુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમજ એક સમયે પાર્ટીના રહેલ સાથી મિત્રો કોઈ કારણસર અને સંજોગો વસાત પાર્ટીમાંથી જતા રહેલા તેઓની પણ ઘર વાપસી કરવામાં આવી છે તેમજ આગામી ૨૮ જૂન થી ૨૮ જુલાઈ સુધી સોમનાથથી અંબાજી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને યુવા નેતા ઇશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના છે ત્યારે તેઓ બંને મોરબી ખાતે બે દિવસ રોકાણ કરી કોરોનામાં મૃત પામેલ લોકોના સ્વજનોની મુલાકાત કરશે 






Latest News