લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ


SHARE





ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ

ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને તેના પતિ સહિતના સાસરિયાંઓ દ્વારા નાની નાની બાબતોમાં તથા ઘરકામ અને કરિયાવર બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પતી સહિત કુલ 5 વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના છતર ગામે માવતર ઘરે રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકિયા (29)એ હાલમાં અક્ષયભાઈ ભુપતભાઈ વાનકિયા, સોનલબેન ભુપતભાઈ વાનકીયા, ક્રિષ્નાબેન ભુપતભાઈ વાનકીયા, ભાનુબેન ભુપતભાઈ વાનકીયા અને ભુપતભાઈ વાઘજીભાઈ વાનકીયા રહે. બધા ગાયકવાડી જંકશન કિટીપરા રાજીવ આવાસના કવાર્ટરમાં બ્લોક 308 રાજકોટ વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, પતિ સહિતના સાસરિયાંઓ દ્વારા નાની નાની બાબતોમાં તથા ઘરકામ અને કરિયાવર બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પતી સહિત કુલ 5 વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે




Latest News