લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો


SHARE





ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો

ટંકારના સરદારનગર-3 ખાતે ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે 101 બોટલ દારૂ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી જેમાં દારૂની નાની મોટી 11 બોટલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારામાં આવેલ સરદારનગર-3 ખાતે રહેતા ઇમરાનભાઈ ઉર્ફે બોટલ વીકીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 37 અને નાની 64 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂની કુલ મળીને નાની મોટી 101 બોટલ કબ્જે કરી હતી અને 32,190 રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 5,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 37,190 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી ઇમરાનભાઈ ઉર્ફે બોટલ હનીફભાઈ વિકીયા (23) રહે. સરદારનગર-3 ટંકારા વાળાની ધરપકડ કરે છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-7 પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મનીષભાઈ મુકુંદભાઈ મચ્છિયા (40) રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કામધેનુ પાસે પંચાસર ચોકડીથી આગળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ તેને અફઝલભાઈ ચૌહાણ રહે. જોન્સનગર મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એએમ 8544 પસાર થઈ રહ્યું હતું જે ડબલ સવારી સ્કૂટરને રોકીને પોલીસે ચેક કરતા દારૂની નાની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1260 ની કિંમતનો દારૂ તથા 55 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 35,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 91,260 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં દારૂ સાથે પકડાયેલ બાળકિશોરની પૂછપરછ કરવામાં આવી હતી અને નાસી છુટેલા સંજયભાઈ જાદવભાઈ દેલવાણીયા રહે. પંચાસર રોડ ગીતામિલ પાસે મોરબી વાળા સહિત કુલ બે સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પ્લેટીના કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજુભાઈ જાદવભાઈ સિંધવ (35) રહે. આરટીઓ ઓફિસની બાજુમાં ઝૂંપડામાં જાંબુડીયા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News