વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર


SHARE





























વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર

વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠાની પાછળ નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીર સ્થળ ઉપરથી પાંચ શખ્સોની 73,200 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા બે સહિત કુલ સાત શખ્સોની સામે ગુનો નોંધી બાકીના બે રૂપિયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા ખડીપરા વિસ્તારમાં નદીના પટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ બચી ગઈ હતી જોકે, પોલીસે સ્થળ ઉપરથી સુનિલભાઈ શંકરભાઈ સારલા (29), સતિષભાઈ નરસીભાઈ સોલંકી (32), રાકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (21), વિપુલભાઈ ઠાકરશીભાઈ હિરાણી (48) અને હુસેનભાઇ ઉર્ફે ઓટુ વલ્લીમામદભાઈ શેખાણી (39) રહે. બધા વાકાનેર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 73,200 ની રોકડ કબજે કરી હતી અને પોલીસને જોઈને નિકુંજ રમેશભાઈ ડાભી તથા સાગર ઉર્ફે હડો કોળી રહે. બંને વાંકાનેર વાળા નાસી ગયેલ હોય હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કુલ સાત શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મિયાણામાં મોટી બજાર પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા અબ્દુલભાઈ હબીભાઈ જેડા (40) રહે. માળિયા વાળો મળી આવતા પોલીસે 510 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અન માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મીલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 3250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે












Latest News