મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના ભલગામ પાસે આવેલ કારખાનાની દિવાલ નજીક કોઈ અજાણ્યા યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના ભલગામ ખાતે રહેતા જોરૂભાઈ સોમલાભાઇ ખાચર (60)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, ભલગામ નજીક નવાપરા હોટલ આઈ કૃપા સામે આદિત્ય લોખંડના કારખાનાની દિવાલ નજીક કોઈ અજાણ્યા 40 થી 50 વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી તેનો મૃતદેહ ત્યાં પડ્યો હતો અને આ બનાવની જાણ થતા વાકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

જામનગરના રહેવાસી હમીરાબેન અસ્લમભાઈ સંઘાર (30) તથા તેની દીકરી માયરા અસ્લમભાઈ સંઘાર (7) બંને રીક્ષામાં બેસીને માળીયા હાઇવે રોડ ઉપર સુરજબારી પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માતા-પુત્રીને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News