મોરબીના લખધીરપુર રોડે ટાઇલ્સના કારખાનામાં ડિજિટલ મશીનરીમાં આગ લગતા ૯૫ લાખનું નુકશાન
મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો
SHARE
મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રિલીફ નગર પાસે દુકાન ધરાવતા વેપારીની દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના કહી હતી જેથી તેને પોતાની પાસે રહેલ છરી વળે દુકાનદાર યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને ખભાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને દુકાનદાર યુવાનને ખભાના ભાગે ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું જેથી તાત્કાલિક તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે હુમલા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના રિલીફનગર બ્લોક નંબર-૫૬ માં રહેતાં જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઠાકોરદાસ કાંજીયાણી જાતે સિંધી લોહાણા (ઉમર ૩૮) એ હાલમાં મોરબીના ભીમસર વિસ્તારની અંદર રહેતા અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, રિલિફ નગર બ્લોક નંબર -૫૬ પાસે તેની હિંગળાજ મેગા મોલ નામની દુકાન આવેલ છે આ દુકાન પાસે ઉભા રહીને અર્જુન ગાળો બોલતો હતો જેથી કરીને તેને ગાળો બોલવાની ના કહી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા અર્જુને તેની પાસે રહેલી છરી વડે જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને ડાબા ખભા ઉપર છરીનો ઘા મારી દીધો હતો જેથી જેઠાનંદ દ્વારા હાલમાં અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.