વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૯ મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી
મોરબીના લખધીરપુર રોડે ટાઇલ્સના કારખાનામાં ડિજિટલ મશીનરીમાં આગ લગતા ૯૫ લાખનું નુકશાન
SHARE
મોરબીના લખધીરપુર રોડે ટાઇલ્સના કારખાનામાં ડિજિટલ મશીનરીમાં આગ લગતા ૯૫ લાખનું નુકશાન
મોરબી નજીકના લાલપર ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ ટાઇલ્સના કારખાનામાં ડિજિટલ મશીનના રૂમમાં મૂકવામ આવેલ મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં ડિજિટલ મશીન અને વાયરીંગ બળીને ખાખ થઇ ગયેલ છે જેથી કરીને ૯૫ લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદારો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ પર આવેલા અવનિ પાર્કમાં રહેતા દિવ્યેશ બાલુભાઈ કડીવાર જાતે પટેલ (ઉંમર ૩૯)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે કે, મોરબીના લાલપર ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર તેનું પલસર ટાઇલસ નામનું કારખાનું આવેલ છે જે કારખાનાની અંદર ડિજિટલ મશીનના રૂમમાં શોર્ટ સર્કિટના કારણે ડિજિટલ મશીનની મશીનરીમાં આગ લાગી હતી જેથી મશીનરી અને વાયરિંગ બળીને ખાખ થઇ ગયેલ છે માટે હાલમાં ૯૦થી ૯૫ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
ઝેરી દવા પીધી
મોરબી નજીકના લાલપર ગામે રહેતો વિશાલ કાળુભાઇ ચૌહાણ નામનો ૨૦ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે