મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં ઘરે સીડી ઉપરથી પડતાં માથામાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE







મોરબીમાં ઘરે સીડી ઉપરથી પડતાં માથામાં ઇજા પામેલા આધેડનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા આધેડ પોતાના ઘરે સીડી ઉપરથી પડી ગયા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઘોઘાભાઈ સનુરા (50) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર સીડી ઉપરથી પડી જવાના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મહેશભાઇ સોલંકી (15) નામના સગીર બાળકને લાયન્સનગરના ગેટ પાસે બાઈક વાળાએ હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

એસિડ પી લેતા સારવારમાં

મોરબીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા જીયાબેન ઉર્ફે છાયાબેન લાલજીભાઈ સોલંકી (15) નામની સગીરા કોઈ કારણોસર ઘરે એસિડ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવે છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી






Latest News