મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે 1 શખ્સ પકડાયો


SHARE







મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે 1 શખ્સ પકડાયો

મોરબીના કુલીનગર-1 માં રહેતા યુવાને ઘર પાસે બાઇક પાર્ક કર્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઇમામના ઓટા સામે કુલીનગર-1 માં રહેતા સમસુદ્દીનભાઈ અકબરભાઈ પઠાણ (24) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેણે પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 36 એક્યુ 2780 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઇક ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી જાનમામદ જૂસબભાઈ જામ (23) રહે, માળીયા મિયાણાં હાલમાં રહે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ બાઇકને કબ્જે કરવામાં આવ્યું છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News