મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE







મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા યુવાને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાને બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મોરબી નજીકના ગોર ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં શ્રી એપાર્ટમેન્ટની સામેના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા રતિલાલ કેશવજીભાઈ સોલંકી (32) નામના યુવાને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને  આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને ફેફસાની બીમારી હોય બીમારીથી કંટાળી જઈને તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા પરેશભાઈ પ્રભુભાઈ કલોલા (39) નામના યુવાને મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાના નજીક ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી લીધી

મોરબીના રવાપર નદી ગામે રહેતા કાજલબેન વિજયભાઈ (25) નામની મહિલાએ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામના પાટીયા પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી






Latest News