હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ


SHARE







મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ

જે રડતા ચહેરા પર હાસ્ય લાવે, તેનું નામ છે ‘મુસ્કાન' અને રસ્તા પર સંઘર્ષ કરતા વ્યક્તિને ગળે લગાવી સહારો આપે, તેનું નામ પણ ‘મુસ્કાન’ જ છે.મુસ્કાન વેલફેર સોસાયટીની ટીમની નજર એક એવી બહેન પર પડી કે જે લકવાના ગંભીર રોગથી પીડાઈ રહી હતી અને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા.તેમની સ્થિતિ જોઈ ટીમના દરેક સભ્યનું હૃદય દ્રવી ઉઠ્યું.તે જ ક્ષણે મુસ્કાન પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ બહેનને ફરીથી સન્માન અને સહારાભર્યું જીવન જીવવામાં મદદરૂપ થવું છે. ગૌરવની વાત એ છે કે માત્ર ૨ દિવસની અંદર જ બહેનને વ્હીલચેર ભેટ આપવામાં આવી.જ્યારે તેમના ચહેરા પર રાહત અને ખુશીની “મુસ્કાન” દેખાઈ, ત્યારે એવું લાગ્યું કે અમારી સંસ્થાનું નામ સાચે જ સાર્થક બન્યું.મુસ્કાન વેલફેર સોસાયટી હંમેશા માનવસેવાના માર્ગ ઉપર કાર્યરત રહી છે અને આગળ પણ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સહારો લાવવાનો પ્રયત્ન કરતી રહેશે.






Latest News