મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ


SHARE

















મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર (ભક્તિનગર-૨)  ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી વિદેશીદારૂની ૯૫ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૧,૯૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની સૂચનાથી હકીકત વાળી જગ્યા મકનસર ગામે આવેલ ભક્તિનગર -૨ માં અશોકભાઇ બાબુભાઇ ખાંભલા જાતે કોળી (૨૭ ના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાથી ૯૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૧,૯૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીના કહેવા પ્રમાણે જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા રહે. મકનસર વાળાએ તેને આ દારૂનો જથ્થો છુપાવવા માટે આપ્યો હતો જેથી કરીને પોલીસે આપેલ હાલમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાની ધરપકડ કરેલ છે અને જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી નરવિરસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગઢડા તથા જયેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે . 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 




Latest News