મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૨૪૦૦ સાથે ઝડપાયા


SHARE











માળીયા (મિ)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૨૪૦૦ સાથે ઝડપાયા

માળીયા મિયાણા વાડા વિસ્તારમાં રસુલભાઇ મહમદભાઇ કટીયાના મકાનની બાજુમાં આવેલ બાવળના ઝાડ નીચેથી જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે ત્યાં પાંચ ઇશમો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૪૦૦  ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમી આધારે માળીયા મિયાણાના પીએસઆઈ એન.એચ. ચુડાસમાની સુચનથિ તેની ટીમના માણસો દ્વારા વાડા વિસ્તારમાં રસુલભાઈ મહમદભાઈ કટીયાના મકાન પાસે આવેલ બાવળના ઝાડ નીચે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ ઇસમો મળી આવ્યા હતા જેમાં તાજમહમદભાઇ અયુબભાઇ જામ જાતે મિયાણા (ઉ.વ ૪૫), હૈદરભાઇ ખીમાભાઇ માણેક જાતે મિયાણા (ઉવ ૬૨), અબ્દુલભાઇ ગુલમહમદભાઇ મોવર જાતે મિયાણા (ઉવ ૪૯), મહેબુબભાઈ ઈલીયાસભાઇ કટીયા જાતે મિયાણા (ઉવ ૪૬) અને હસનભાઈ અલુભાઈ કટીયા જાતે મિયાણાનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૧૨,૪૦૦  કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈની સૂચનાથી અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર, સંજયભાઈ દીલીપભાઈ રાઠોડ, જયપાલભાઈ જેસંગભાઈ લાવડીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News