મોરબીમાં રવાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા આપી દીધા તો પણ ધમકીઓ ચાલુ ! મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત


SHARE











મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત

મોરબીમાં વાહન ચાલકો સહિતના લોકોનું માથું ફાડી નાખે તેવો ટ્રાફિકનો પ્રશ્ન છે તેના શંકાને કોઈ સ્થાન નથી ત્યારે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિકના નિયમન માટે 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને કામે લગાવવામાં આવેલ છે જો કે, હાલમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં રોડ ઉપર ઊભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોનો છેલ્લા અઢી મહિનાથી પગાર થયો નથી અને સરકારમાંથી ગ્રાન્ટ આવેલ ન હોવાથી પગાર થયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે, ક્યારે ગ્રાન્ટ આવશે અને કયારે પગાર કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે.

મોરબીમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને અને તે ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવે છે અને સરકારમાંથી ગ્રાન્ટ આવે તેના આધારે ટ્રસ્ટ મારફતે ટ્રાફિક બ્રિગેડના જવાનોને પગાર આપવામાં આવતો હોય છે. જો કે, મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો કામ કરે છે તો પણ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવતું નથી તે હક્કિત છે દરમ્યાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં 42 ડિગ્રી તાપમાનમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેઓનો છેલ્લા અઢી મહિનાથી પગાર કરવામાં આવેલ નથી.

વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના પોલીસ વિભાગમાંથી ટ્રાફિક બ્રિગેડના પગાર માટેની ગ્રાન્ટ આપવામાં આવે ત્યાર બાદ તે રકમ મોરબીમાં ટ્રાફિકના નિયમન માટે બનાવાયેલા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ખાતા જમા કરવવામાં આવે છે અને ત્યાર પછી પગાર કરવામાં આવે છે જેથી હાલમાં મોરબી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા અઢી મહિનાથી પગાર માટેની ગ્રાન્ટ આવેલ નથી અને સરકારમાંથી ગ્રાન્ટ આવશે એટ્લે ટ્રાફિક બ્રિગેડના જવાનોને પગાર આપી દેવામાં આવશે.

ઉલેખનીય છે કે, ટ્રાફિક બ્રિગેડના 50 જેટલા જવાનો રોજના 450 રૂપિયા લેખે 13500 ના માસિક પગારથી ફરજ બજાવે છે જો કે, સરકારમાંથી ગ્રાન્ટ આવેલ નથી માટે તેઓનો પગાર થયો નથી ત્યારે જો અઢી મહિના જેટલા સમય સુધી એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓનો પગાર ન કરવામાં આવે તો પણ તે અકડાઈ જાય છે તો પણ 42 ડિગ્રી તાપમાન વચ્ચે રોડ ઉપર ઊભા રહીને ટ્રાફીકનું નિયમન કરાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોનો પગાર ન આવ્યો હોય તો તેઓના ઘર કેવી રીતે ચાલતા હશે તે પણ સૌથી મોટો સવાલ છે.

યુધ્ધની સ્થિતિના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધરો થયો છે જેથી દૈનિક ઘર વપરાશની દરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે બે થી અઢી મહિના સુધી પગાર ન મળે તો નાના પરિવારોમાંથી આવતા ટ્રાફિક બ્રિગેડના જવાનો હાલમાં અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ સરકારમાંથી પગાર માટેની ગ્રાન્ટનો ચેક મોરબી આવે ત્યાર પછી પણ લગભગ 10 થી 15 દિવસે ટ્રાફિક બ્રિગેડના જવાનોને તેઓનો પગાર મળશે. તો સરકાર એક બાજુ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને લોકોને ડિજિટલ ટ્રાંજેકશન કરવા માટેની અપીલ કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા તેનું અમલીકરણ કેમ કરવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે. અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને અઢી મહિના સુધી પગાર મળેલ નથી તેના માટે જો કોઈ અધિકારીની બેદરકારી હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવે તે જરૂરી છે.






Latest News