મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સાથે પત્તા રમવા બેઠેલા બે સગા ભાઈ ઉપર બે શખ્સોએ ધારિયા-છરી વડે કર્યો હુમલો


SHARE





















મોરબીમાં સાથે પત્તા રમવા બેઠેલા બે સગા ભાઈ ઉપર બે શખ્સોએ ધારિયા-છરી વડે કર્યો હુમલો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાર વ્યક્તિઓ પત્તા રમતા હતા ત્યારે બે સગા ભાઇને ત્યાં સાથે પત્તા રમતા બે શખ્સોએ બોલાચાલી કરીને ધારિયા વડે હુમલો કરીને યુવાનને માથામાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી તેમજ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા અભરામભાઈ સલીમભાઈ માણેક (32)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હબીબભાઈ ઝાકીરભાઇ ભટ્ટી અને ઝાકીરભાઇ હબીબભાઈ ભટ્ટી રહે. બંને પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર બી- 15 મકાન નં. 5 પાસે ફરિયાદી તથા તેના ભાઈ ગનીભાઈ અને બંને આરોપીઓ આમ કુલ ચારેય વ્યક્તિઓ પત્તા રમી રહ્યા હતા દરમિયાન આરોપી હબીબભાઈએ ફરિયાદીના ભાઈ ગનીભાઈ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈને ગાળો આપીને માર માર્યો હતો ત્યારબાદ આરોપી હબીબભાઈએ લોખંડના ધારીયા વડે ફરિયાદીના ભાઈને માથામાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ઝાકીરભાઇએ છરી બતાવીને ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઈજા પામેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીને  પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી










Latest News