મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મૃત્યુ પામેલા પિતા યાદ આવતા હોય એસિડ પી ગયેલ યુવતીનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં મૃત્યુ પામેલા પિતા યાદ આવતા હોય એસિડ પી ગયેલ યુવતીનું સારવારમાં મોત

મોરબીના રફાળેશ્વર ગામે રહેતી યુવતીના પિતાનું થોડા સમય પહેલા મોત નીપજયું હતું ત્યારબાદ યુવતી તેના પિતાને અવારનવાર યાદ કરતી હતી અને તેની પાસે જવું છે તેવી વાતો કરતી હતી દરમિયાન તે યુવતીએ પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી તે યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વર્ષાબેન દેવજીભાઈ ચાવડા (18) નામની યુવતીએ પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા બળદેવભાઈ દેત્રોજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવતીના પિતાનું થોડા સમય પહેલા હાર્ટ અટેકથી અવસાન થયું હતું અને મૃતક યુવતી અવાર નવાર તેના પિતાને યાદ કરીને પિતા પાસે જવું છે તેવું કહેતી હતી દરમિયાન તેને પગલું ભરી લીધું છે તેવું મૃતક યુવતીના માતાએ જણાવેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રતુભાઈ સારલા નામના ૧૯ વર્ષના યુવાનને બાઈક લઈને જતા વખતે આંદરણા ગામ પાસે ડમ્પરના ચાલકે હડફેટે લેતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ખેતાભાઇ સોરઠીયા નામના ૩૫ વર્ષના યુવાનને રેફાળેશ્વર પાસેના ખોડીયાર માતા મંદિર નજીક કોઈ જનાવર કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેર હાઇવે નવા મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા હિતેશ વિરજીભાઈ થરેસા નામના ૩૦ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રહેતા મયુર મનસુખભાઈ દેલવાડીયા નામના ૩૬ વર્ષના દેવીપુજક યુવાનને મિત્ર સાથે બોલાચાલી બાદ ઢીકાપાટુ વડે મારામારીમાં ઈજા થતાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસે જણાવેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા જયશ્રીબેન વસંતભાઈ કાનાણી (૬૮) નામના વૃદ્ધાને કોઇ કારણસર ફીનાઇલ પી લેતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ ટંકારાના ગજડી ગામે રહેતા દેવુબેન ભરતભાઈ સવસેટા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને અજાણ્યા ઈસમે માર મારતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ અતુલભાઇ દિનેશભાઈ નામના ૩૫ વર્ષના યુવાનને રાજકોટ હાઇવે લજાઈ ખાતે થયેલ વાહન અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયા મિંયાણાના વેણાસર ગામે પુત્રએ માર મારતા કંકુબેન વિઠ્ઠલભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધાને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે. જ્યારે મોરબી ઉમિયાનગરમાં રહેતા રાહુલ બાબુભાઈ ગમારા નામના ૨૧ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં 

વાંકાનેરના રાતીદેવડી ગામે ઘરે ઇલેક્ટ્રીક શોટ લાગતા આયુષ અતુલભાઇ દેલવાડીયા નામના સાત વર્ષના બાળકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ચરાડવા ગામે ઘરે થયેલ મારામારીમાં ઈજા પામેલ પીન્ટુ ગજેન્દ્રભાઈ હળવદીયા નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ દ્વારા લાકડી મારવામાં આવતા નીતાબેન મનસુખભાઈ સોલંકી (૪ રહે.વીરપુર (ગોંડલ) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.વાંકાનેરની દાતાર ટેકરી પાસે પતિએ માર મારતા ગુડ્ડીબેન દીપકભાઈ સાપરા નામના ૨૮ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.






Latest News