મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ


SHARE







મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ

મોરબીના સામાકાંઠે સોસાયટી વિસ્તારમાં રહેતી સગીરાના પાડોશીના ઘરે અવાર-નવાર આવતા શખ્સે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદ સગીરાનું અપહરણ કરીને સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જો કે, ત્યાર બાદ સગીરાએ યુવાન સાથે સંપર્ક ન રાખતા તે શખ્સે સંપર્ક ચાલુ રાખવા માટે દબાણ કરીને સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.જેથી સગીરાના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ગુનો નોંધીને કાર્યવાહી કરી આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા પરિવારના ઘરની બાજુમાં રહેતા મહિલાને ત્યાં આવતો શખ્સ સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી.બાદ સગીરાનું અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું.ત્યારબાદ સગીરાએ યુવાન સાથે સંપર્ક રાખવાની ના પાડી હતી જોકે, સગીરાને તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને સંબંધ ચાલુ રાખવા માટે તે ઇસમ સતત દબાણ કરતો હતો.જેથી આ બનાવ સંદર્ભે હાલમાં સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ આરોપી કૌશિક કિરણભાઈ રાઠોડ (૨૩) રહે.ટિંબડી તા.મોરબી ને પકડવા માટે તજવીજ હાથ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીને પકડીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુમાં મળતી વિગત પ્રમાણે આરોપી કૌશિક રાઠોડ પરિણીત છે અને તેને સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને સંબંધ ચાલુ રાખવામા માટે દબાણ કર્યું હતું.જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News