મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ


SHARE











મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અશોક પાન પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ મેચના રનફેરના જુગાર માટે સોદા લખાવતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી તેની પાસેથી પોલીસે 600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હાલમાં એક મોબાઈલ નંબરના ધારક સહિત કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અશોક પાન પાસે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું અને મોબાઈલ ફોનથી હાર જીતના સોદા લખવામાં આવતા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી હિતેશભાઈ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (38) રહે. નવા ડેલા રોડ અશોક પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી 600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ પાસેથી એક મોબાઇલનો નંબર તેમજ ઇસ્માઈલભાઈ કુરેશીનું નામ સામે આવ્યું છે જેથી પકડાયેલ આરોપી તેમજ મોબાઈલ ફોનના ધારક સહિત કુલ 3 શખ્સોની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News