મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર


SHARE







મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર

મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શૈક્ષણિક સુવાસ દૂર સુદૂર ફેલાયેલી હોય, શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી હોય, શાળામાં 425 જેટલી વિદ્યાર્થીનીઓની સંખ્યા હોય, ઘણી બધી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હોય માધાપરવાડી વિસ્તારના ગ્રામજનો, આગેવાનો દ્વારા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરતાં બંને મહાનુભાવોના સંયુક્ત પ્રયાસોથી માધાપરવાડી વિસ્તારમાં માધ્યમિક શાળા મંજુર કરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપરવાડીની સાથે સાથે વજેપરવાડી વિસ્તાર અને પીપળી ગામમાં પણ માધ્યમિક શાળાને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળેલ છે, માધ્યમિક શાળા મંજૂર થતા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનોએ કાંતિભાઈ અમૃતીયા અને દુર્લભજીભાઈ દેથરીયા આ બંને મહાનુભાવો, બંને શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં HDFC બેંકના આર્થિક યોગદાનથી યુવા અન્સ્ટોપેબલ દ્વારા શાળામાં બે નવા રૂમ બનાવી આપશે, સ્ટેમ લેબ, પુસ્તકાલય, શિક્ષકો માટે જરૂરી ખુરશી, ટેબલ, કબાટ, જીમ, વૃક્ષારોપણ, સોલાર રૂફ, અભ્યાસક્રમમાં આવતા શૈક્ષણિક ચિત્રો દિવાલ પર દોરવા, 20 કમ્યુટર, વિદ્યાર્થીઓ ચાર મોટા જમ્બો એલ.સી.ડી. વગેરે આપવામાં આવશે જે પૈકી હાલ શાળામાં વૃક્ષારોપણ થઈ ગયું છે. 20 કમ્યુટર અને ચાર એલ.સી.ડી. આવી ગયા છે, આમ પીએમશ્રી માધાપરવાડીમાં માધ્યમિક શાળાની મંજુરી અને દાતા દ્વારા શાળા માટે લાખો રૂપિયાની ભૌતિક સુવિધાઓ મળતા સોનાનો સૂરજ ઉગ્યો છે. 






Latest News