મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના આંદેરણા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી દારૂની 960 બોટલ ઝડપાઈ: 3.76 લાખનો મુદ્દામાલ કબજે


SHARE







મોરબીના આંદેરણા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી દારૂની 960 બોટલ ઝડપાઈ: 3.76 લાખનો મુદ્દામાલ કબજે

મોરબીના આંદેરણા ગામની સામે પાધેડા વિસ્તારમાં ખરાબમાં વરના કાર ઉભી હતી જેને તાલુકા પોલીસની ટીમે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂની 960 બોટલ તથા કાર મળીને કુલ 3,76,800 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં કારના નંબર આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પીઆઇની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સ્ટાફના મણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની સંયુકતરાહે બાતમી મળી હકીકત કે, મોરબી તાલુકાના આંદેરણા ગામની સામે પાધેડા વિસ્તારમાં ખરાબમાં એક સફેદ કલરની હુન્ડાઇ વેરના કારમાં ઇંગ્લીશ દારૂ પડેલ છે" જેથી ત્યાં દારૂની રેઇડ કરતા કારમાંથી દારૂની 960 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 76800 ની કિંમતનો દારૂ તેમજ કાર નંબર જીજે 1 કેપી 1882 જેની કિંમત 3 લાખ રૂપિયા આમ કુલ મળીને 376800 નો મુદામાલ કબજે કરેલ છે. જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં કારના નંબર આધારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરેલ છે આ કામગીરી પીઆઇ જે.ડી.સરવૈયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ.સોંદરવા  તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News