મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ૬ જૂને જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે


SHARE





















મોરબીમાં ૬ જૂને જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

મોરબી અને આજુબાજુના વિસ્તારના રોજગાર ઈચ્છુક યુવા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવા માટે નિયામકશ્રી, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ‘પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોલ’ (વેજીટેબલ રોડ, ઉમા સંકુલ સામે, મોરબી) ખાતે જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરાયું છે.

આ ભરતીમેળામાં મોરબી તેમજ કચ્છ જિલ્લાની અંદાજે ૩૦ જેટલી નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની વિનામૂલ્યે સીધી પસંદગી કરશે. આ ભરતીમેળામાં નોન-મેટ્રિક, એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. (ધોરણ-૧૨), આઇ.ટી.આઇ. (ITI) તેમજ સ્નાતક (Graduate) વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ જોબફેરમાં ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઓળખકાર્ડ અને બાયોડેટાની નકલો સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. વિશેષ નોંધનીય છે કે, જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતીમેળામાં પ્રત્યક્ષ હાજર રહીને રોજગારીની આ તક ઝડપી શકશે.










Latest News