મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત સર્જનારને સ્કુટી ધીમે ચલાવવાનું કહેતા યુવાનને માથામાં હેલ્મેટના ઘા ફટકાર્યા


SHARE





















મોરબીમાં અકસ્માત સર્જનારને સ્કુટી ધીમે ચલાવવાનું કહેતા યુવાનને માથામાં હેલ્મેટના ઘા ફટકાર્યા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનના મોટા બાપુના દીકરાની વહુ સાતેક મહિનાથી રિસામણે બેઠેલ છે અને તેના ભાઈએ યુવાનના બાઈકની પાછળ સ્કૂટીને અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો. ત્યારબાદ યુવાને સામે વાળાને સ્કુટી ધીમે ચલાવવા માટે કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલ શખ્સે તેના હાથમાં રહેલ હેલ્મેટ યુવાનને માથામાં બે થી ત્રણ વખત મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી નૂરી પાન પાસે રહેતા મહેબુબભાઈ ઈકબાલભાઈ ભટ્ટી (27)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરૂખ જુસબભાઈ સંધવાણી રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના મોટા બાપુના દીકરાની વહુ છેલ્લા સાતેક મહિનાથી રીસામણે બેઠેલ છે અને તે હાલના આરોપી શાહરૂખની બેન થાય છે આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાના હવાલા વાળું સ્કુટી ફરિયાદીના બાઈકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી ફરિયાદીને રસ્તા ઉપર નીચે પાડી જતાં સ્કુટી ધીમે ચલાવવા માટે ફરિયાદી તેને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને તેના હાથમાં રહેલ હેલ્મેટ ફરિયાદીને માથામાં બેથી ત્રણ વખત માર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા ગામ પાસે લાયન્સનગર વિસ્તારમાં રહેતા મનોજભાઈ ગોવિંદભાઈ દેવીપુજક (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

ટંકારાના લજાઈ ગામે રહેતા લાલજી અમરશીભાઈ મકવાણા (29)એ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.










Latest News