મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ


SHARE





















મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ

દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના ગૌરવશાળી કાર્યકાળના અવસરે મોરબી જિલ્લામાં યોજાનારા ત્રિવિધ લોકકાર્યક્રમોના ભાગરૂપે તારીખ ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ સંમેલન) નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સનાળામાં આવેલી પટેલ સમાજવાડી ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન યોજાનારા આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.


આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ સંમેલન સંદર્ભે વિવિધ સંબંધિત કચેરીઓ અને સરકારી વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી વહીવટી તૈયારીઓ અને વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી, તેમજ કાર્યક્રમને સુચારુ રૂપે પાર પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમીક્ષા બેઠકનું સંચાલન મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત મોરબી જિલ્લામાં રમત-ગમત, સાહિત્ય, કલા અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા સ્થાનિક નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વિશેષ રૂપે સહભાગી બનાવવામાં આવશે.










Latest News