મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલ માતા સાથે ઝઘડો કરીને આપી ધમકી


SHARE







મોરબીમાં સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલ માતા સાથે ઝઘડો કરીને આપી ધમકી

મોરબી શહેરી વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા માટે ગયેલ સગીરાની માતા સાથે બોલાચેલી ઝઘડો કર્યો હતો અને પથ્થરના છૂટા ઘા કરીને તથા ભાલા જેવુ હથિયાર બતાવીને ધાક ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘટનાઓ દિવસે અને દિવસે મોરબીમાં વધી રહી છે અને અવારનવાર હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, હુમલો, દુષ્કાર્મ્મ છેડતી વિગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીરને એક શખ્સ દ્વારા સારા કરીને છેડતી કરવામાં આવતી હતી જેથી સગીરાની માતા છેડતી કરનાર શખ્સને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા અને ત્યારબાદ નિઝામ ઉર્ફે ભૂરો હુસેનભાઇ કટિયા નામના શખ્સે સગીરાની માતાને ધાક ધમકી આપી હતી અને પથ્થરના છુટા ઘા કર્યા હતા તેમજ ભાલા જેવું હથિયાર બતાવવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ મહિલાહાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાલિકપ્લોટ વિસ્તારમાં રહેતા સાજીદ દોસમામદ મિયાણા (30) નામના યુવાનના ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News