મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જમાઈના કૌટુંબિક ભાઈએ યુવાનને છાતીમાં પથ્થર મારીને આપી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના વીસીપરામાં જમાઈના કૌટુંબિક ભાઈએ યુવાનને છાતીમાં પથ્થર મારીને આપી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા યુવાનની બહેન એકાદ વર્ષથી રિસામણે બેઠેલ છે તે બાબતનો ખાર રાખીને જમાઈના કૌટુંબિક  ભાઈએ યુવાન સાથે બોલાચાલી કરી હતી અને પથ્થરનો એક ઘા છાતીના ભાગ માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધ મ્કિ આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા શાહરુખભાઈ સંધવાણી (31)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેબૂબભાઈ ઈકબાલભાઈ ભટ્ટી રહે. મદીના સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની બહેન છેલ્લા એકાદ વર્ષથી રિસામણે બેઠેલ છે જે બાબતનો ખાસ રાખીને ફરિયાદીના જમાઈના કૌટુંબિક ભાઈએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને પથ્થરનો ઘા છાતીમાં મરીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલેખનીય છે કે, અગાઉ મહેબુબભાઈ ઈકબાલભાઈ ભટ્ટી (27)એ હાલના ફરિયાદી શાહરૂખ જુસબભાઈ સંધવાણી સામે બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના મોટા બાપુના દીકરાની વહુ છેલ્લા સાતેક મહિનાથી રીસામણે બેઠેલ છે અને તે આરોપી શાહરૂખની બેન થાય છે આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાનું સ્કુટી ફરિયાદીના બાઈકમાં અથડાવ્યું હતું જેથી ફરિયાદીએ સ્કુટી ધીમે ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપી હતી અને તેના હાથમાં રહેલ હેલ્મેટ ફરિયાદીને માથામાં મારીને ઇજા કરી હતી. આમ મારા મારીના આ બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે.






Latest News