મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઇક થાંભલા સાથે અથડાયા બાદ બીજા બાઈકમાં અથડાતાં દંપતીને ઇજા: અકસ્માત સર્જનાર વાહન ચાલકનું મોત


SHARE







વાંકાનેર નજીક બાઇક થાંભલા સાથે અથડાયા બાદ બીજા બાઈકમાં અથડાતાં દંપતીને ઇજા: અકસ્માત સર્જનાર વાહન ચાલકનું મોત

વાંકાનેરની અમરસર ફાટક પાસેથી દંપતી બાઈકમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે રોંગ સાઈડમાં આવેલા બાઇક ચાલકે તેનું બાઇક થાંભલા સાથે અથડાવ્યું હતું અને ત્યાર બાદ બાઇક ચાલક નીચે પડી ગયો હતો અને તેનું બાઇક દંપતીના બાઈક સાથે અથડાયું હતું જે બનાવમાં દંપતીને ઇજાઓ થઈ હતી જયારે અકસ્માત સર્જનાર બાઇક ચાલકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા આધેડની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

વાંકાનેરના વીસીપરામાં પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં રહેતા હસમુખભાઈ જીવણભાઈ ટુંડિયા (54)એ હાલમાં બાઈક નંબર જીજે 36 બીસી 0006 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના બાઈક નં. જીજે 36 એન 9785 માં તેઓના પત્ની કિરણબેન બેસાડીને રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહ્યા હતા ત્યારે અમરસર ફાટક પાસે આરોપી સામેથી રોંગ સાઈડમાં તેનું બાઇક લઈને આવ્યો હતો અને થાંભલા સાથે તેનું બાઈક અથડાયું હતું અને ત્યાર બાદ બાઈક ચાલક રસ્તા ઉપર નીચે પડી જતાં તેનું બાઇક ફરિયાદીના બાઈક સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીને ડાબા હાથની આંગળી તથા ડાબા પગના અંગૂઠામાં ઇજા તેમજ તેના પત્ની કિરણબેનને ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે અને આરોપીને પણ ગંભીર ઈજા થઈ હોય તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News