મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ


SHARE







પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

મોરબી તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેવા એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે હજુ બે દિવસ પહેલા મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં વાડીએ પતિ અને બાળકની સાથે સુતેલ મહિલાને વાડીએ આવેલા અજાણ્યા પાંચ પૈકીના ચાર શખ્સોએ મહિલાના પતિને પકડી રાખેલ અને એક શખ્સે દુષ્કર્મ આચરીને હવાસનો શિકાર બનાવી હતી. જેની ફરિયાદ નોંધાઈ તેની સાહી હજુ સુકાઈ નથી ત્યાં આવો જ વધુ એક બનાવ બીજા ગ્રામ્ય વિસ્તારમાં બનેલ છે જેમાં પણ પતિ અને બાળકો સાથે રાત્રિના સમયે વાડીએ સૂતેલી મહિલાને અજાણ્યા પાંચ શખ્સોએ લૂંટ અને ચોરીના ઇરાદે વાડીએ આવીને મહિલાના પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચેય શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

મોરબીમાં લુખાગીરી અને ગુંડાગીરી ડામવાની વાતો કરવામાં આવે છે પરંતુ છેલ્લા દિવસોમાં યુપી અને બિહાર જેવા રાજ્યોમાં જે પ્રકારની ઘટનાઓ અગાઉ બનતી હતી તેવી ઘટનાઓ હવે મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં બની રહી છે ત્યારે મોરબીમાં પોલીસની કામગીરી સામે સો ટકા સવાલ ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. થોડા દિવસો પહેલા મોરબી ગ્રામ્ય વિસ્તારની અંદર વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની એક મહિલાને ત્યાં આવેલા અજાણ્યા પાંચ શખ્સો પૈકી એક શખ્સે હવસનો શિકાર બનાવની હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે મહિલાને તેના પતિ તથા બાળકને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ આજે વધુ એક વખત આવો જ બનાવ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા શ્રમિક પરિવારની મહિલાને હવસનો શિકાર બનાવમાં આવેલ છે જેમાં મહિલા તેના પતિ અને બાળકોની સાથે વાડીએ ખુલ્લામાં રાત્રિના સમયે સૂતી હતી દરમિયાન અજાણ્યા પાંચ શખ્સો ત્યાં ચોરી અને લૂંટના ઇરાદે આવ્યા હતા

ત્યારબાદ મહિલાના પતિના ગળે છરી મૂકવામાં આવી હતી અને તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે મહિલા અને તેના પતિને ડરાવવા તેમજ ધમકાવવામાં આવી હતી. અને ત્યારબાદ વાડીએ આવેલા અજાણ્યા પાંચ શખ્સોએ મહિલાની સાથે વારાફરતી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેથી સામૂહિક દુષ્કર્મના આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલો મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સોને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.

જોકે છેલ્લા ચાર દિવસમાં મોરબી તાલુકાના જુદા જુદા બે ગ્રામ્ય વિસ્તારોમાં વાડી વિસ્તારની અંદર પરિવાર સાથે હાજર રહેલ મહિલાને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવી હોય તેવા બે બનાવ સામે આવેલ છે અને આ બંને બનાવમાં અજાણ્યા પાંચ શખ્સો વાડીએ આવ્યા હતા અને મહિલા સાથે તેના પતિને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે મોરબી તાલુકા વિસ્તારમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ, પોલીસની કામગીરી અને પોલીસની ધાક સામે સવાલો ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી

ઝેરી જનાવર કરડી ગયું

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ ડામોર (35) નામના યુવાનને યુનિટમાં હતો ત્યારે ઝેરી જનાવર કરડી ગયું હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના બેલા ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પ્રભાબેન સવજીભાઈ (26) નામના મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે રહેતા કાંતિલાલ રામજીભાઈ ચાવડા (35) નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ટિંબડી રોડ ઉપર આવેલ શ્રી હરિ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ રાજેશભાઈ જરીયા (22) નામનો યુવાન વીસીપરામાંથી પોતાના ઘર બાજુ જઈ રહ્યો હતો ત્યારે વીસીપરા ફાટક બાઇક સ્લીપ થયું હતું જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ વિન્ટેજ સિરામિક કારખાનામાં રહેતા જેસીંગભાઇ મનજીભાઈ મકવાણા (50) નામના આધેડને યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News