મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો


SHARE





















મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો

મોરબી મહાપાલિકા ખાતે આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબીના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને વહીવટી પારદર્શિતા ઉપર મેયરે દ્વારા ભાર  મૂકવામાં આવેલ હતો.

આ બેઠક મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પંડસુંબીયા, શાસક પક્ષના નેતા જયેશભાઈ દેસાઈ તેમજ દંડક અર્પિતાબા જાડેજા તથા તમામ કોર્પોરેટરો તેમજ મહાપાલિકાના કમિશનર સહિત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને કોર્પોરેશનની ગરિમા અને પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું, રોજબરોજની વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવી અને મોરબીના ભવિષ્યના વિકાસ માટેના આગામી પ્રોજેક્ટ્સનો રોડમેપ તૈયાર કરવા માટેની ચર્ચાનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધા પ્રથામિકતા માટેની પણ આ બેઠક દરમિયાન ચર્ચા કરી હતી. અને ખાસ કરીને નગરજનોની સુવિધામાં વધારો કરવાની સાથોસાથ લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટેનું માર્ગદર્શન અને કડક સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી. અને મહાપાલિકાની ચૂંટાયેલ બોડી તેમજ અધિકારી એક ટિમ બનીને કામ કરે અને મોરબીના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપવામાં આવે તેવી લાગણી મેયર દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.










Latest News