મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો
મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે થયેલ છેતરપિંડીમાં વધુ બે શખ્સોની ધરપકડ
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે થયેલ છેતરપિંડીમાં વધુ બે શખ્સોની ધરપકડ
મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને માલ માંગવી લીધા બાદ રૂપિયા નહીં આપવાના બે ગુના મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયા હતા જે બંને ગુનામાં પોલીસે અગાઉ સુરતના બે શખ્સોની ધરપકડ કરેલ હતી અને કુલ મળીને ૧૨.૪૧ લાખની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ ગુનામાં હાલમાં પોલીસે સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને મેળવેલ માલની ખરીદી કરનારા બે શખ્સોની ધરપકડ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં પાસે સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)એ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે આરોપીએ ટાઇલ્સના બોક્ષ લીધા હતા જેના બિલની રકમ ૬.૫૯ લાખ આપી ન હતી અને છેતરપીંડી કરી હતી આવી જ રીતે કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા (૩૪)એ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતુ કે, પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામિક નામના કારખાનેથી ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ લીધા હતા જેના બિલના રૂપિયા ૫.૮૧ લાખ નહિ આપીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ હતો આ બંન્ને ગુનામાં પોલિસે અગાઉ છેતરપિંડી કરનારા નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાની ધરપકડ કરી હતી અને ૧૨.૪૧ લાખની છેતરપીંડીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો
જો કે, મોરબીના સિરામીકના માલીકોને વિશ્વાસમાં લઇને મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનું પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરવાના ગુનામાં પકડાયેલ "રાધે એન્ટરપ્રાઇઝ" ના પ્રોપ્રાઇટર પાસેથી માલની ખરીદી કરનારા શખ્સોની પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી હતી અને હાલા મોરબી તાલુકા પીએસઆઈ વી.કે. કોઠીયા પાસેથી મળી રહેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવીને અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી અલગ અલગ સિરામીકના માલીકો પાસેથી ટાઇલ્સ મંગાવી પૈસા ચુકવતા ન હોય તેવા બે શખ્સ નિલેષ અને જગદીશને પકડ્યા હતા અને તે લોકોએ છેતરપિંડી કરીને મેળવેલ માલની ખરીદી કરનારા બે શખ્સોને પકડવામાં આવતા છે જેમાં ફરિયાદી પારસભાઇ જયસુખભાઇ ગોધાણી પાસેથી મેળવેલ માલ લેનારા રાજભાઈ પ્રદિપભાઈ કાલરીયા (ઉ.૨૫) રહે, મોટા વરાછા સીલ્વર મેજીમાં ડી ૩૦૨ સુરત મુળ ગામ શીવા તા.ભાણવાડ જી.જામનગર અને ફરિયાદી કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા પાસેથી મેળવેલ માલ લેનાર કલ્પેશભાઈ પિતાંબરભાઈ મેંદપરા (ઉ.૪૧) રહે. ૬૧ મેપલ વીલા, કઠોર, કામરેજ સુરત મુળ- કલ્યાણપુર તાલુકો ટંકારા વાળાનો સમાવેશ થાય છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”