મોરબીના જુના નાગડાવાસ ગામે કરવામાં આવ્યું “કોરોના વોરિયર્સ” નું સન્માન
મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીના માળીયા ફાટકે અકસ્માત સર્જીને એકનું મોત નીપજવનાર ટ્રકચાલક સામે નોંધાયો ગુનો
મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રક જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ હતા આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે સવારે મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ પસાર થતો હતો ત્યારે તે ટ્રકને રોડની પારી ઉપર તેના ડ્રાઇવરે ચડાવી દીધો હતો જેથી કરીને તે ટ્રક પલટી મારી ગયો હતો ત્યારે બે ઓટો રીક્ષા નંબર જી જે ૧૩ એ વી ૨૯૭૨ અને જી જે ૩૬ યુ ૫૭૫૮ ટ્રકની નીચે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧) તેની રિક્ષા જી જે ૧૩ એ વી ૨૯૭૨ માં હતા અને દબાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય રિક્ષા જી જે ૩૬ યુ ૫૭૫૮ ના ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર તેમજ તેમાં બેઠેલા મુસાફર ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મૃતક યુવાનના દીકરા નાસિરસા સુલતાનશાહ દીવાનએ ટ્રક નંબર જી જે ૧૨ એટી ૮૫૦૪ ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”