મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો
 
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ગેરેજ નજીક યુવાને પોતાની કારને પાર્ક કરીને મૂકી હતી જે કારની ચોરી કરવામાં આવી હતી તેમજ મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવી હતી જે બંને ચોરાઉ વાહન સાથે બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
 
મોરબીના બેલા ગામે રહેતા ચંદ્રકાંતભાઈ બાબુભાઈ ઉઘરેજા (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી કે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજીના પંપ પાસે જય અંબે મોટર ગેરેજ એન્ડ સર્વિસ નજીક ફરિયાદીએ પોતાની આઈ-10 ગાડી નંબર જીજે 36 બી 4003 પાર્ક કરીને મૂકી હતી જેની ચોરી કરવામાં આવેલ છે જેથી બે લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની યુવાનની ફરિયાદ લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી તેમજ મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં રહેતા કેવલભાઈ રૂપનાથભાઈ ડાભી (27)એ તેના ઘર પાસે પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 0294 કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમતનું બાઈકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી પાર્થ પ્રફુલભાઈ ફળદુ (26) રહે મહેન્દ્રનગર સીએનજી પેટ્રોલ પંપ પાસે ની ગલીમાં પ્રાચીનગર મોરબી મૂળ રહે કણેરી કેશોદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ કાર તથા બાઇક કબજે કરવામાં આવે છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા વાહન ચોરીના બંને ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ કામગીરી પીઆઈ જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News